7

પાપણથી ટપક્યાં સાગરમાં, ખારું છે તે પાણી ક્યાં છે?

Posted by Bhushan Thaker on 7:36 PM

આશાઓ દેખાણી ક્યાં છે ?
મ્રુગજળ એ તો પાણી ક્યાં છે.

બે કાંઠા ને વચ્ચે રેતી,
મીઠું જળ સરવાણી ક્યા છે?

પાપણથી ટપક્યાં સાગરમાં
ખારું છે તે પાણી ક્યાં છે.

સીગરેટો સળગાવી અમથી,
તારી યાદ ફૂંકાણી ક્યાં છે.

આંસુ ખુટ્યા છે આ આખર,
કોરી આંખ લુછાણી ક્યાં છે.

-ભૂષણ

7 Comments


આ કોની યાદ અપને આટલું સરસ લખાવે છે?
પ્રેમ તો આમે પણ કર્યો પણ આવી સંવેદના ઓ રજુ કરતા ના આવડ્યું!


અફસોસ કે અમે પ્રેમને ક્યારેય સિરિયસલી ના લિધો,
અને જ્યારે લીધો ત્યારે તેણે મને સિરિયસલી ના લીધો.


પાપણથી ટપક્યાં સાગરમાં
ખારું છે તે પાણી ક્યાં છે.

સીગરેટો સળગાવી અમથી,
તારી યાદ ફૂંકાણી ક્યાં છે.
aa be sher bahu j gamya..aam to aakhi gazal j saras che.


આંસુ ખુટ્યા છે આ આખર,
કોરી આંખ લુછાણી ક્યાં છે.

વાહ..........


aansu khutya chhe aa aakhar,
kori aankh luchhani kya chhe??

khub saras bhushan...

kori ankho ne luchhva mate bhina sapnao ni jarur pan pade chhe kyarek...


beautifully expressed. :)


સીગરેટો સળગાવી અમથી,
તારી યાદ ફૂંકાણી ક્યાં છે

super!

Dost, reading your poems it almost feels that I dont know you ! Keep writing, you have a gift !