5

નથી સરખા પત્થર મઝારે મઝારે.....

Posted by Bhushan Thaker on 6:45 AM
હવે પ્રેમ કરવાની ઇચ્છા મરી ગઇ.
એ પ્રશ્નો કરે છે જવાબે જવાબે.

અને આમ ડુક્યા છે આંખોના સાગર.
નથી ખરતા અશ્રુ અઝાબે અઝાબે.

કશી એક સાકીના નામે શું રડવું.
અલગ છે નશાઓ સુરાએ સુરાએ.

જુવો ફક્ત કાગળનું સરખાપણું છે,
અલગ મળશે વાતો કિતાબે કિતાબે.

અલગ છે તિરાડો મકાને મકાને,
નથી સરખા પત્થર મઝારે મઝારે.

-ભૂષણ

7

પાપણથી ટપક્યાં સાગરમાં, ખારું છે તે પાણી ક્યાં છે?

Posted by Bhushan Thaker on 7:36 PM

આશાઓ દેખાણી ક્યાં છે ?
મ્રુગજળ એ તો પાણી ક્યાં છે.

બે કાંઠા ને વચ્ચે રેતી,
મીઠું જળ સરવાણી ક્યા છે?

પાપણથી ટપક્યાં સાગરમાં
ખારું છે તે પાણી ક્યાં છે.

સીગરેટો સળગાવી અમથી,
તારી યાદ ફૂંકાણી ક્યાં છે.

આંસુ ખુટ્યા છે આ આખર,
કોરી આંખ લુછાણી ક્યાં છે.

-ભૂષણ