2

લખતો રહું છું હું આંસુથી ......

Posted by Bhushan Thaker on 3:00 AM

તું પત્થરમાં ઝાકળ ના કર,
રણની વચ્ચે કુંપળ ના કર.

હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.

માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર

લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.

ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર.

- ભુષણ


2 Comments


રણ ... આટલા વેરણ શબ્દ ને તમે પ્રેમ સાથે સાંકળી દીધો ! વાહ વાહ વાહ !
ગઝલ લખવાના ક્લાસ કરવો કે? મારું એડમીશન પાક્કું રાખજો !


Hi,

Very Interesting poem...

Keep it....




Divyesh

http://www.krutarth.com

http://guj.krutarth.com

http://eng.krutarth.com

http://dreams.krutarth.com