4

નથી સરખા પત્થર મઝારે મઝારે.....

Posted by Bhushan Thaker on 6:45 AM
હવે પ્રેમ કરવાની ઇચ્છા મરી ગઇ.
એ પ્રશ્નો કરે છે જવાબે જવાબે.

અને આમ ડુક્યા છે આંખોના સાગર.
નથી ખરતા અશ્રુ અઝાબે અઝાબે.

કશી એક સાકીના નામે શું રડવું.
અલગ છે નશાઓ સુરાએ સુરાએ.

જુવો ફક્ત કાગળનું સરખાપણું છે,
અલગ મળશે વાતો કિતાબે કિતાબે.

અલગ છે તિરાડો મકાને મકાને,
નથી સરખા પત્થર મઝારે મઝારે.

-ભૂષણ

4 Comments


વાહ.. વાહ..


હુમ્મ... ખરેખર, સંબંધો માં પ્રશ્નો અને જવાબો શ્રદ્ધા અને પ્રેમ ની કસોટી જ કરે છે! ક્યારેક કેટલા પ્રશ્નો એવી તિરાડો બનાવે છે જે ભર્યા પછી પણ નિશાન છોડી જાય છે! ખુબ જ સરસ!


Very nice Bhushan , i especially liked the lines :
જુવો ફક્ત કાગળનું સરખાપણું છે,
અલગ મળશે વાતો કિતાબે કિતાબે.

and it reminds me of Mariz, you have that characteristic punches in second line in all your lines here. Very very nice bhai.


that anonymous is me :) - Jay