10

હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું?

Posted by Bhushan Thaker on 3:08 AM

ભલે કહે છે બધા કે સંગ્રહીને શું કરું?
હ્રદયમાં દર્દ છે તો છે કહીને શું કરું?

બધાને પ્યાસ છે સાકી તણી મહેફીલ તણી,
ભલે અમ્રુતભર્યો તોયે વહીને શું કરું?

અગર મહેબૂબ લાવી દે બધું મંજૂર છે.
ફક્ત જન્નત મળે એથી સહીને શું કરું?

ભલે ને થોર છું, કાંટા થકી જીવી શક્યો.
હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું?

- ભૂષણ


5

ફક્ત એ દાહ દઇ દો ને બળી જાશું ઘડીભરમાં!!

Posted by Bhushan Thaker on 3:06 AM
અમે તો આશ રાખી'તી સમંદર પાર કરવાની,
તમારી વાત લાગે છે બધુ નાદાર કરવાની.

અમે ખેરાત સમજીને કરી'તી પ્રેમની વાતો,
તમે લો શીખવી દીધી કળા વેપાર કરવાની.

તમે મારાપણું લૂંટી લીધું મારી નજર સામે,
હવે શાને તમે લો છો જફા ઉપકાર કરવાની.

કશે ભીની મળે માટી તો કુંપળ શોખથી વાવો,
નથી રાખી અમે ઇચ્છા નવા ગુલઝાર કરવાની.

ફક્ત એ દાહ દઇ દો ને બળી જાશું ઘડીભરમાં,
હવે શું છે જરુરત પ્રેમ અનરાધાર કરવાની.

-ભુષણ

2

અમે રણમાં લીલાછમ રહી જવાની રીત બાંધી છે!!

Posted by Bhushan Thaker on 3:03 AM
અમે અસ્તિત્વ ફરતે કાળમીંઢી ભીંત બાંધી છે,
અમે અંધારની સાથે ગજબની પ્રીત બાંધી છે.

અને તુટી જવાની બીકથી જોય નથી સપના,
અમે દિલની વસાહત ખુબ મર્યાદિત બાંધી છે.

સમી સાંજે નથી વહેતી મળે ઢોળાવ જ્યાં ને ત્યાં,
અમે સૌ લાગણીને હીમ આચ્છાદિત બાંધી છે.

કદી ઝંઝા બને શ્વાસો અને કાગળ ઉડી જાશે,
અમે સર્વે ગઝલ જીવન મહીં અંકિત બાંધી છે.

ભલે ઝાકળ અને મ્રુગજળ તણો કોઇ ફેર ના રાખ્યો,
અમે રણમાં લીલાછમ રહી જવાની રીત બાંધી છે.

-ભુષણ


2

લખતો રહું છું હું આંસુથી ......

Posted by Bhushan Thaker on 3:00 AM

તું પત્થરમાં ઝાકળ ના કર,
રણની વચ્ચે કુંપળ ના કર.

હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.

માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર

લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.

ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર.

- ભુષણ


3

લીલોછમ રહી શકુ છુ હુ બધી મોસમ, છે શરત.....

Posted by Bhushan Thaker on 2:55 AM

છે હવે મંજુર કે તરસાવ આંખોથી,
પણ શરત કે તુ મને પીવડાવ આંખોથી.

ને થશે ઘેઘૂર વનરાજી મિલન કેરી,
લે હવે તુ એક સપનુ વાવ આંખોથી.

જો સુકાણુ છે સુરાલયમા બધુ જીવન,
તુ પ્રણયનો જામ થા છલકાવ આંખોથી.

ને લીલોછમ રહી શકુ છુ હુ બધી મોસમ
છે શરત કે ઝાંઝવા વરસાવ આંખોથી.
-ભુષણ